ધોરાજીમાં સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હાલતમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 16:07:32
  • Views : 82
  • Modified Date : 2023-12-24 16:07:32

રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. દર્દીઓ છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે જૂના બિલ્ડીંગનું રિનોવેશન થાય અને દર્દીઓને નવી સુવિધા મળી શકે.પરંતુ હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ડાયાલિસિસ, ફીજીયોથેરાપી વિભાગ અને ઓર્થોપેડિક, બાળરોગ સહિતના મહત્વના વિભાગો બીજા અને ત્રીજા માળે આવેલા છે. જેના કારણે ઉંમરલાયક દર્દીઓને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે દર્દીઓ સહિતના સ્થાનિકોની માગણી છે કે હોસ્પિટલના જૂના બિલ્ડીંગનું સમારકામ થાય જેથી એ મહત્વના વિભાગો માટે જૂના બિલ્ડીંગનો ઉપયોગ થઈ શકે.તો સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે વર્ષ 2020માં જૂના બિલ્ડિંગમાં ઓપીડી, આર્યુવેદિક સહિતના વિભાગો કાર્યરત હતા. પરંતુ બિલ્ડિંગનું રીનોવેશન કરવાનું હોવાને કારણે હાલ જૂનું બિલ્ડીંગ છે તે બંધ હાલતમાં છે. 2021માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ કારણોસર કામ છોડી દેતા જૂના બિલ્ડીંગનું સમારકામ અટકી પડ્યું છે.

 

Download Our B K News Today App



Related News