ડીસાના રતનપુરા નજીક ટેન્કર પલટાયુ હતું.તેલ ભરેલું ટેન્કર પલટાતા લોકો ઈંધણ લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 12:26:51
  • Views : 234
  • Modified Date : 2021-10-07 12:26:51

ડીસાના રતનપુર નજીક આજે તેલ ભરેલું ટેન્કર ના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઇડમાં ઉતરી જતા પલટી ખાતા ટેન્કર માં ભરેલ સોયાબીન તેલ ની નદીઓ વહેતી થઈ હતી.બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં વધારો થયો છે ત્યારે આજે ડીસા તાલુકાના રતનપુરા નજીક સોયાબીન તેલ ભરેલું ટેન્કર ના ચાલે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઇડમાં ઉતરી જતા પલટી ખાઈ ગયું હતું ટેન્કર પલ્ટી ખાતા ટેન્કર માં ભરેલ લાખો રૂપિયાનું સોયાબીન તેલ નદીઓ ની જેમ વહેતું થયું હતું આ ઘટના બનતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ આ તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.ભીલડી પોલીસ ને જાણ કરતા ભીલડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.પરંતુ આ ટેન્કર પલટી ખાતા ચાલક ને નાની મોટી ઇજા થતાં ટેન્કર ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News