સુરતમાં કોરોના બ્લાસ્ટ થતાં ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરાઈ, શહેરના પ્રવેશ દ્વારથી લઈને કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનોમાં પણ ટેસ્ટ થઈ રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 16:01:24
  • Views : 245
  • Modified Date : 2021-03-22 16:01:24

    સુરતમાં કોરોના સંક્રમણ તેજગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે કોરોનાને અટકાવવા માટે પાલિકા દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. કોરોના સંક્રમણને નાથવા માટે પાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટેશનમાં વપરાતી બીઆરટીએસની બસમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં શહેરના કોમર્શિયલ કોમ્પલેક્સમાં જઈને દુકાનદારોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તો શહેરમાં પ્રવેશતા અન્ય શહેરના તમામ લોકોના ટેસ્ટ પણ પ્રવેશ દ્વાર પર જ ડોમ ઉભા કરીને કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભીડભાડ વાળા વિસ્તાર ટેક્સટાઈલ માર્કેટ અને હીરા બજારમાં પણ ટેસ્ટ માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. પાલિકા કમિશનરે કહ્યું કે, ટેસ્ટની સંખ્યા ડબલ જેટલી કરવામાં આવી રહ્યાં છે.

    સુરતમાં કોરોના બ્લાસ્ટ થવાની સાથે જ કેસ પણ વધારે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રથી આવતા લોકોમાં કેસ વધુ આવી રહ્યા છે. જેથી બસ કે ટ્રેન મારફતે આવનારાના તે સ્થળ પર ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં બીજા જિલ્લા કે શહેરમાંથી આવનારા લોકોના ફરજીયાત ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હોટલમાં પણ ટેસ્ટના સર્ટિ આપ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ ટેસ્ટમાં અગાઉ જે સંખ્યામાં પોઝિટિવ કેસ આવે છે તેના કરતાં હાલ પોઝિટિવનો દર વધારે આવે છે.

    પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.અગાઉ ટેક્સટાઈલ માર્કેટમાં 1700થી 1800 ટેસ્ટ થતા હતા જે હવે 3થી 4 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ઓવરઓલ ટેસ્ટિંગ શહેરમાં 8થી 10 હજાર ટેસ્ટ થતા જે અત્યારે 17થી 18 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. આગામી દિવસોમાં 20 હજાર સુધી ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં સુધી કેસની સંખ્યા ઓછી ન થાય ત્યાં સુધી પૂરતા પ્રમાણ ટેસ્ટ કરવામાં આવશે તેમ વધુમાં કમિશનરે ઉમેર્યું હતું.


Download Our B K News Today App



Related News