રાજ્યની પ્રાથમિક શાળામાં 5 વર્ષમાં બાળકીઓની સંખ્યા 2.18 લાખ ઘટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-06 11:12:20
  • Views : 203
  • Modified Date : 2022-03-06 11:12:20

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 2.18 લાખનો ઘટાડો નોંધાયો છે અને કુલ વિદ્યાર્થીઓમાં 5.56 લાખનો ઘટાડો નોંધાયો છે. 2016-17માં 41.98 લાખ વિદ્યાર્થિનીઓની સંખ્યા નોંધાઈ હતી જે 2020-21માં ઘટીને 39.80 લાખ થઈ ગઈ છે. જેની સામે શાળા છોડવાનો દર ધોરણ 1થી 7માં 6.34 ટકા હતો તે ઘટીને 3.39 ટકા થઈ ગયો છે. વિદ્યાર્થિનીઓમાં આ દર 6.74થી 3.90 ટકા નોંધાયો છે.

સામાજિક-આર્થિક સમીક્ષા 2021-2022 અનુસાર, કન્યાઓની માટેની શાળાઓમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં સતત ઘટાડો નોંધાયો છે. 2016-17માં 1,429 શાળાઓ હતી જે 2020-21માં ઘટીને 1,330 થઈ ગઈ છે. સૌથી ઓછી કન્યા પ્રાથમિક શાળાઓની યાદીમાં અરવલ્લી જિલ્લો આવે છે જ્યાં માત્ર એક જ શાળા છે જ્યારે ડાંગમાં બે શાળાઓ છે. પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓની સંખ્યામાં 478નો વધારો નોંધાયો છે પરંતુ કુલ શિક્ષકોની સંખ્યામાં 4440નો ઘટાડો નોંધાયો છે.

પ્રાથમિક શાળામાં 5 વર્ષમાં 5.47 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા

વર્ષ

કુલ સંસ્થાઓ

કન્યા સંસ્થા

કુલ વિદ્યાર્થીઓ

વિદ્યાર્થિનીઓ

2016-17

44,545

1,429

90.12 લાખ

41.98 લાખ

2017-18

45,055

1,403

88.57 લાખ

41.21 લાખ

2018-19

45,315

1,392

86.75 લાખ

40.61 લાખ

2019-20

45,315

1,362

86.14 લાખ

40.48 લાખ

2020-21

45,023

1,330

84.65 લાખ

39.80 લાખ

પ્રાથમિક શિક્ષણમાં શાળા છોડવાના દરમાં ઘટાડો થયો

વર્ષ

ધો. 1થી 5

ધોરણ 1થી 7

છોકરા

છોકરી

કુલ

છોકરા

છોકરી

કુલ

2015-16

1.67%

1.81%

1.74%

5.88%

6.74%

6.34%

2016-17

1.43%

1.61%

1.54%

5.57%

6.55%

6.06%

2017-18

1.31%

1.53%

1.42%

4.56%

6.21%

5.33%

2018-19

1.42%

1.37%

1.40%

4.15%

4.86%

4.48%

2019-20

1.44%

1.31%

1.37%

2.87%

3.90%

3.39%

6 વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં 4,440 શિક્ષક ઘટ્યા

પ્રાથમિક શાળાઓમાં 2016-17માં કુલ શિક્ષકોની સંખ્યા 3.30 લાખ હતી જેમાં 1.85 લાખ શિક્ષિકાઓનો સમાવેશ થતો હતો. 2020-21માં કુલ શિક્ષકોની સંખ્યામાં 4,440નો ઘટાડો નોંધાતા તે 3.23 લાખ થઈ. 6 વર્ષના સમયગાળામાં 1690 શિક્ષિકાઓનો ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ કન્યા પ્રાથમિક શાળા કચ્છમાં છે
કચ્છ જિલ્લામાં સૌથી વધુ 132 કન્યા પ્રાથમિક શાળાઓ છે. બીજા નંબરે સુરત (115) અને રાજકોટ 95 શાળાઓ સાથે ત્રીજા નંબરે છે. અમદાવાદ જિલ્લામાં 59 શાળાઓ છે. અરવલ્લી 1 અને ડાંગ જિલ્લો 2 શાળા સાથે સૌથી ઓછી શાળાઓની યાદીમાં આવે છે.

 

Download Our B K News Today App



Related News