શરદી-ખાંસી-તાવ ના હોય તોપણ સાવધાન રહો, કારણ કે આ 5 છે કોરોનાના નવા સ્ટ્રેનનાં જોખમી લક્ષણો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 17:14:04
  • Views : 854
  • Modified Date : 2021-04-10 17:14:04

    ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ એક લાખથી પણ વધારે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. સામાન્ય રીતે કોરોનામાં પહેલાં શરદી-ખાંસી અને તાવનાં લક્ષણો જોવા મળતાં હતાં, પરંતુ હવે કોરોનાનો સ્ટ્રેન પણ બદલાયો છે અને તેની સાથે એનાં લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. તો આજે તમને જણાવીએ કે નવા સ્ટ્રેનનાં લક્ષણોથી જૂના વેરિયન્ટ કેટલા અલગ છે અને એની ઓળખ કેવી રીતે કરી શકાય...

    ચીનમાં તાજેતરમાં થયેલા એક સ્ટડી પ્રમાણે, નવા સ્ટ્રેનને ફોકસ કરતાં અમુક ખાસ લક્ષણોની ઓળખ થઈ છે. ઈન્ફેક્શનના નવા વેરિયન્ટમાં માણસની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થાય છે. આંખોમાં લાલાશ આવવાની સાથે આંખોની આસપાસ સોજો ચડવો અને પાણી નીકળવાની ફરિયાદ પણ થઈ શકે છે.ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ના નવા સ્ટ્રેનથી કાન સાથે જોડાયેલી તકલીફ પણ થઈ શકે છે. આ રિસર્ચમાં અંદાજે 56% લોકોમાં આ તકલીફ જોવા મળી છે. જો તમને પણ આવાં કોઈ લક્ષણનો અનુભવ થાય તો એ કોરોનાના નવા સ્ટ્રેનનો હોઈ શકે છે.

    નવા સ્ટ્રેન સાથે જોડાયેલા રિસર્ચમાં ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ સાથે જોડાયેલી ફરિયાદની વાત પણ કરી છે. પહેલાંનાં લક્ષણો પ્રમાણે, દર્દીને અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ થતી હતી. હવે દર્દીને પેટ સાથે જોડાયેલી તકલીફો પણ સામે આવી રહી છે. નવા સ્ટ્રેનમાં લોકોને ડાયરિયા, ઊલટી, પેટમાં દુખાવો અને પાચનક્રિયામાં મુશ્કેલીની ફરિયાદો જોવા મળી રહી છે.


Download Our B K News Today App



Related News