એક્ટિવ કેસનો આંકડો ફરીથી 2 લાખને પાર, તેમાંથી 1.18 લાખ એકલા મહારાષ્ટ્રમાં જ, 31 હજાર દર્દીઓ સાથે કેરળ બીજા નંબર પર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 12:58:49
  • Views : 219
  • Modified Date : 2021-03-14 12:58:49

    દેશમાં કોરોના સંક્રમણની ગતિ દરરોજ વધતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં, 25,154 નવા દર્દીઓ નોંધાયા છે. 16,519 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 159 લોકો મૃત્યુ પામ્યા છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે, સારવાર ચાલી રહેલા દર્દીઓની સંખ્યામાં 8,477નો વધારો થયો છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર પહોંચીને 2 લાખ 7 હજાર 499 થઈ ગઈ છે. 11 ફેબ્રુઆરીએ તે 1 લાખ 33 હજાર 79 પર પહોંચી હતી. 17 સપ્ટેમ્બરના રોજ આવેલા કોરોના પીક (10.17 લાખ) પછીનું આ સૌથી નીચું હતું.

    દેશમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ લોકો આ બીમારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.58 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 2.07 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.મધ્યપ્રદેશમાં પણ કોરોના વધતા જતા કેસોને જોતા રવિવાર અથવા સોમવારથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવી શકાય છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે બેઠક દરમિયાન આ જણાવ્યુ હતું.

    હિમાચલ પ્રદેશમાં વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ 27 દિવસ પછી એક મહિલા ડોક્ટર કોરોના પોઝિટિવ મળી આવી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ડોકટર સોલન ટાઉનની પ્રાદેશિક હોસ્પિટલમાં તૈનાત છે.બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીને શનિવારે લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન મુકાવી. તેમણે કહ્યું કે હું કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરું છું કે ગરીબોને મફત કોરોના વેક્સિન આપવામાં આવે.

    મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શનિવારે અને રવિવારે લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. બાકીના દિવસોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. જલગાંવમાં 15 માર્ચ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નાસિકમાં આંશિક લોકડાઉન અને નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.DGCAએ કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં જણાવાયું છે કે હવાઈ મુસાફરી દરમિયાન ગાઈડલાઇનનું પાલન કરવામાં નહીં આવે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક ન પહેરેલા મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારી પણ શકાય છે.

Download Our B K News Today App



Related News