મૂળ ડીસા નિવાસી અને વર્ષોથી યુકે ખાતે રહેતા NRI પરિવારે ડીસા ખાતે આવેલ સુદામા વૃદ્ધાશ્રમ ખાતે ધાબળા અને મીઠાઇનું વિતરણ કરી લગ્નની 25મી વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:17:32
  • Views : 581
  • Modified Date : 2022-01-17 12:17:32

આ યુગમાં અનેક એવા વ્યક્તિઓ છે જે પોતાના જન્મદિવસની કે પછી કોઇપણ શુભ પ્રસંગની ગરીબ પરિવાર તેમજ જરૂરિયાત મંદ લોકો સાથે ઉજવણી કરતા હોય છે..ત્યારે મૂળ ડીસા નિવાસી અને વર્ષોથી યુકે ખાતે રહેતા અને અનેક સેવાઓને પ્રવૃત્તિઓ કરતા એવા સ્નેહલભાઇ મહેતા અને સંગીતાબેન મહેતાં આજે તેમણે તેમના લગ્નની 25મી વર્ષગાંઠની  અનોખી ઉજવણી કરી હતી..

ખાસ કરીને જેમનું કોઈ નથી હોતું તેવા પરિવારો સાથે આજે તેમણે મુલાકાત લીધી હતી અને લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.. આ NRI પરિવારે ડીસા ખાતે આવેલ સુદામા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધ લોકોને આવી કડકડતી શિયાળાની ઠંડીમાં ધાબળા અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું..તેમજ દરેક લોકોના આશીર્વાદ લીધા હતા..

Download Our B K News Today App



Related News