પાલનપુરની એન.આઈ.બી સ્કૂલ ઓફ સાયન્સ જેમાં કોરોનાની મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:19:46
  • Views : 312
  • Modified Date : 2021-05-22 11:19:46

     સમગ્ર દુનિયાભરમાં કોરોના મહામારી તેનો આતંક મચાવી રહી છે અને મહામારીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે લોકોએ પોતાની,મા,બહેન,પિતા,પુત્ર,ભાઈને કોરોના મહામારીમાં ગુમાવ્યા છે ત્યારે જે બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તેવા બાળકો માટે એન.આઈ.બી સ્કૂલ ઓફ સાયન્સ,પાલનપુર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં જે બાળકોએ માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોના ભવિષ્ય પર કોઈ આંચ આવે તે હેતુસર એન.આઈ.બી સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે..અને તે વિદ્યાર્થીના ભણતરનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવશે..એન.આઈ.બી સ્કૂલના અંકિત ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંસ્થાના આદ્યસ્થાપક સ્વ.ભરતભાઇ ઠાકોરનું કોરોનામાં અવસાન થતાં તેમના પુણ્ય સ્મરણમાં જે વિદ્યાર્થીએ કોવિડના સમયમાં તેમના માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેમની સંપૂર્ણ ફી એન.આઇ.બી સ્કૂલ દ્વારા ભરપાઈ કરવામાં આવશે...સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર દ્વારા શૈક્ષણિક સત્ર 2021 - 2022 માટે ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં ધોરણ:11 (વિજ્ઞાન પ્રવાહ) પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગયેલ હોઈ સંસ્થાના સ્થાપકની પૂણ્ય સ્મૃતિમાં વિનામૂલ્યે પ્રવેશ આપવાનું જાહેર કરવામાં આવેલ છે...સંસ્થાના આદ્યસ્થાપક ભરત ઠાકોરની પુણ્ય સ્થિતિમાં નિર્ણય લેવાયો છે.

Download Our B K News Today App



Related News