વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોની પાછળ દેખાયેલી ઈનોવા મળી આવી, સચિન વઝે ક્રાઈમ બ્રાંચમાં હતા ત્યારે તેનો ઉપયોગ કરતા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 14:23:46
  • Views : 408
  • Modified Date : 2021-03-14 14:23:46

    NIAની ટીમે એ ઈનોવા કાર જપ્ત કરી છે કે જે એન્ટિલિયાની બહાર ઉભેલી સ્કોર્પિયોની પાછળ બે વખત દેખાઈ હતી. આ ઈનોવા શનિવારે રાત્રે જપ્ત કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાંચમાં રહી આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વઝે જ આ કારનો ઉપયોગ કરતા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે તેના ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે.વિવાદોમાં ઘેરાયેલા મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વઝેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એક સ્કોર્પિયો કારની પાસે જોવા મળી રહ્યાં છે. આ કાર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોની સાથે પાર્ક કરવામાં આવેલી કાર જેવી જ છે. મહારાષ્ટ્ર ATS હવે વાઈરલ વીડિયોની તપાસ કરી રહ્યું છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ વીડિયો ગત વર્ષની 5 નવેમ્બરનો છે, જ્યારે પોલીસ ટીમની સાથે વઝે જર્નલિસ્ટ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરીને લઈ જઈ રહ્યાં હતા. તે દરમિયાન રિપબ્લિક ટીવીની ટીમે તેમને રોક્યા હતા, ત્યારે વજેએ ટીમને રોકી હતી. તે સમયે તેમની પાસે તે જ શંકાસ્પદ કાર ઉભેલી જોવા મળે છે.એન્ટિલિયા કેસમાં સચિન વઝેની NIAએ ધરપકડ કરી છે. વઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્ર વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.


Download Our B K News Today App



Related News