NIAએ મુંબઈ પહોંચતાની સાથે જ રેડ કરી, આજે ઘટનાનું રિક્ન્સ્ટ્રક્શન થાય તેવી શકયતા; ટીમે ઘણા સબુત એકત્રિત કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:56:44
  • Views : 217
  • Modified Date : 2021-03-10 11:56:44

    ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો ભરેલી મળેલી સ્કોર્પિયાના મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ શરૂ કરી દીધી છે. મંગળવારે જ એક ટીમ મુંબઈ પહોંચી છે. ટીમે મુંબઈમાં ઉતરતાની સાથે જ ઘણી જગ્યાઓ પર રેડ કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીમ તે ઈનોવાની તપાસના પરિણામોની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, જે સ્કોર્પિયોની પાછળ બે વખત જોવા મળી હતી.

    આ ટીમને એક IG(ઈન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારી લીડ કરી રહ્યાં છે. મંગળવારે એક ટીમ એન્ટિલિયા પહોંચી અને ત્યાંના સુરક્ષા કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓ સાથે પુછપરછ કરી છે. ટીમે ત્યાંથી CCTV ફુટેજની કોપી પણ પોતાના કબ્જામાં લીધી છે. NIAની ટીમની સાથે ગામદેવી પોલીસ સ્ટેશનના કેટલાક અધિકારી અને DCP રાજીવ જૈન પણ સાથે હતા. જૈને જ કેસ સાથએ જોડાયેલી તમામ ડિટેલ NIAની ટીમને જણાવી છે. એ માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે કે ટીમ આજે આ ઘટનાના સીનનું રિકન્સ્ટ્રક્શન કરશે.

    મુકેશ અંબાણીના ઘરેથી નીકળ્યા પછી NIAના અધિકારી મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા અને જોઈન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારબે સાથે મુલાકાત કરી. તે પછી મુંબઈ પોલીસ કમિશનર, પરમબીર સિંહને પણ મળ્યા. આ મામલાને લઈને મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની તપાસ કરી રહી છે. જોકે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ NIAનો સોંપી દીધો હતો. મુંબઈ પોલીસની ટીમ 2000થી વધુ CCTV ફુટેજની આ મામલામાં તપાસ કરી રહી છે.

    આ મામલામાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. પ્રથમ મામલો વિસ્ફોટક ભરેલી સક્રોર્પિયો મળવાનો છે. બીજો કેસ સ્કોર્પિયોની ચોરીનો છે અન ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિકની હત્યાનો છે. સ્કોર્પિયોની ચોરીનો કેસ થાણેના વેપારી મનસુખ હિરેને નોંધાવ્યો હતો. જોકે 6 માર્ચે તેમનું શબ થાણેની ખાડીમાંથી મળ્યું હતું. તેમના મોતને હત્યા માનતા ગૃહમંત્રી અનિલ દેશમુખના આદેશ પર મહારાષ્ટ્ર ATSએ આ મામલામાં હત્યાનો કેસ નોંધ્યો છે.

    મનસુખની પત્નીના હવાલાથી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં ખુલાસો કર્યો કે મનસુખની હત્યા મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન બઝોએ કરી છે. તેમણે સચિનની ધરપકડની માંગ પણ કરી છે.25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઉભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાતે 1 વાગ્યે આ ગાડી એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે તે પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટિનના રોડ મળ્યા હતા. 5 માર્ચે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શબ મળ્યું હતું. થોડા દિવસો પહેલા જ મનસુખે આ ગાડીનો ખોવાયો હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.


Download Our B K News Today App



Related News