પાલનપુર અને ડીસા ખાતે યુજીવીસીએલ ની નવનિર્મિત કચેરીનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-13 11:30:47
  • Views : 250
  • Modified Date : 2022-05-13 11:30:47

 

પાલનપુર અને ડીસા ખાતે યુજીવીસીએલ ની નવનિર્મિત કચેરીનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન રૂ. 1.32 કરોડના ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- ૧ અને ૨, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના રૂ. 4.86 કરોડ ના ખર્ચે તૈયાર થઇ છે.. . . .

 

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અદ્યતન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરી દ્વારા  મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તથા કૃષિ અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લાના વિકાસ થાય તે માટે પાલનપુર અને ડીસા માં વિભાગીય કચેરી અને લેબોરેટરી નું નિર્માણ કરાયું છે. બનાસકાંઠા જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. કુલ- ૧૨૩૭ ગામો અને ૬ શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ૧૭૫ સબ સ્ટેશનમાંથી કુલ- ૧૯૮૯ ફીડરો દ્વારા અને ૧,૩૫,૬૧૯ ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- ૯,૩૭,૫૮૯ જેટલા વીજ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧,૫૪,૪૬૨ જેટલાં ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે જે જિલ્લાના કુલ વપરાશનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. ત્યારે 1.32 કરોડના ખર્ચે બનેલી પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી તેમજ 4.86 કરોડના ખર્ચે બનેલી ડીસા વિભાગીય કચેરી- ૧ અને ૨, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગનું ઉદ્ઘાટન આજે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે કરાયું હતું, આ પ્રસંગે ઉર્જા મંત્રી એ જણાવ્યું હતું કે આ કચેરીના નિર્માણ બાદ હવે જિલ્લામાં વિજગ્રાહકો ને પડતી મુશ્કેલીઓ દૂર થશે . . .   . . . .

 

Download Our B K News Today App



Related News