ડીસાના વાડીરોડ ખાતે નવનિર્મિત મુક્તિધામનું ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને સાધુ-સંતોની હાજરીમાં લોકાર્પણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 11:30:21
  • Views : 277
  • Modified Date : 2022-06-19 11:30:21

 

ડીસાના ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્યા સાધુ-સંતો ની હાજરીમાં અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ મુક્તિધામ નો લોકાર્પણ

 

જિંદગીની છેલ્લી સફર એટલે સ્મશાન.એટલે સ્મશાનમા અત્યારની દ્રષ્ટિએ સારી આધુનિક સગવડો હોવી જોઈએ.ત્યારે ડીસામાં ધારાસભ્યના પ્રયાસથી સ્મશાનમાં પણ વિકાસની નવી રાહ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

ડીસામાં આવેલ વાડી રોડ વિસ્તારમાં અંતિમધામ મુક્તિધામ વર્ષોથી કોઇ ખાસ સુવિધા વગર નું હતું .અહીં ડીસા શહેરના મોટાભાગના હિંદુ સમાજના લોકોના પરિવારજનોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા પરંતુ ખાસ કોઇ સુવિધા ન હતી .ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા એ આ સ્મશાનભુમિ ને આધુનિક સગવડોથી સુસજ્જ કરી તમામ સુવિધાઓ ઉભી કરવાનું બીડું ઉઠાવ્યું હતું. જેમાં દાતાઓનો સહયોગ મળી રહેતા તેમનું આ સપનું સાકાર થયું છે અને અત્યારે ખૂબ જ સુંદર અંતિમધામ  આધુનિક સગવડો સાથે નિર્માણ પામ્યું છે.જેનું ધારાસભ્ય શશીકાન્ત ભાઈ પંડ્યા અને સાધુ સંતોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ મુક્તિધામમાં સિનિયર સીટીઝનો માટે લાયબેરી, બાગ બગીચા અને સુંદર ટાઉનહોલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી ચાલી રહેલા આ મુક્તિધામના વિકાસ કાર્ય ને પૂર્ણ કરીને આજે ડીસામાં લોકાર્પણ કરી મુક્તિધામ પણ આવું બની શકે એનો એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મુક્તિધામમાં સુંદર બગીચા સાથે કોઈપણ પ્રસંગો પાત્ર આયોજન માટે ટાઉન હોલ વૃદ્ધો માટે આવા જવા માટે બસની વ્યવસ્થા અને વિશાળ બગીચા પણ બનાવવામાં આવ્યા છે.આજે મુક્તિધામ લોકાર્પણ વખતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા,શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર શહેર અને તાલુકાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હત.મુક્તિધામમાં ટ્રસ્ટીઓ અને સાધુ સંતોએ પણ હાજરી આપી મુક્તિધામ ને ખુલ્લું મુકાયું હતું.

Download Our B K News Today App



Related News