ડીસા જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-04 11:22:09
  • Views : 258
  • Modified Date : 2022-04-04 11:22:09

વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે દરેક પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ અત્યારથી જ પક્ષને જીતાડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને આ વખતે યોજાનાર ચૂંટણીમાં દરેક પક્ષ બહુમતીથી વિજય બને તે માટે દરેક પક્ષના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે.જેમાં ખાસ કરીને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે હાલમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત ડીસા ખાતે આવેલ જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે પણ બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.ખાસ કરીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર ભરતસિંહ સોલંકીએ ડીસા કોંગ્રેસના કાર્યકર્તાઓની મુલાકાત કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પણ ખુશી જોવા મળી હતી.અને તમામ કાર્યકર્તાઓ દ્વારા ભરતસિંહ સોલંકીનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આવનારી ચૂંટણી માં કોઈ પણ વ્યક્તિને ટીકીટ મળે બધા ભેગા મળી કોંગ્રેસ પક્ષને વિજય બનાવો તેમ અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં વિપુલભાઈ શાહ, નારસિંહભાઈ દેસાઈ, પોપટજી દેલવાડિયા, સંજય દેસાઈ, અજમલજી ઠાકોર, દીપકભાઈ પટેલ, દિપક દેસાઈ, સાગર દેસાઈ સહિત અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News