ડીસા તાલુકાના સોયલા ગામે પવિત્ર શ્રવણ માસમાં ભગવાન ભોળાનાથના નવીન મંદિરનું ગ્રામજનો દ્વારા ખાત મુહરત કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:14:56
  • Views : 308
  • Modified Date : 2021-08-29 13:14:56

     ડીસા તાલુકાના સોયલા ગામે નીલકંઠ મહાદેવનું નવીન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં. ભક્તિ,શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે.ત્યારે હિન્દૂ ધર્મના લોકો પવિત્ર શ્રવણ માસમાં એક મહિના સુધી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે.ત્યારે ડીસા તાલુકાના સોયલા ગામમાં વર્ષો પુરાણું આવેલ નીલકંઠ મહાદેવનું મંદિરનું સમસ્ત ગ્રામજનો અને કમિટીના સભ્યો દ્વારા ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભેલડીયા ભરતભાઈ દાનસુંગ ભાઈના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ.તેમાં શાસ્ત્રી તરીકે શાંતિભાઈ જોશી. ડાયાભાઈ જોષી.ગોપાળભાઈ જોષી પંડિતો દ્વારા ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવી હતી અને આ ખાત મુહુર્ત સમસ્ત ગ્રામજનો અને કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ નવ નિર્માણ પામનાર મંદિર નીલકંઠ મહાદેવ શિવાલયનું મંદિર આલીશાન બનાવામાં આવશે તેમાં સોયલા ગ્રામજનોના લોકભાગીદારીના ફાળા મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News