ડીસા તાલુકાના સદરપુર ગામના નવા પ્રમુખ પનસિંહ સોલંકીનું આસેડા ગામ દ્વારા સ્વાગત કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:39:29
  • Views : 245
  • Modified Date : 2022-03-07 11:39:29

ડીસા તાલુકાના સદરપુર ગામના નવા પ્રમુખ પનસિંહ સોલંકીનું આસેડા ગામ દ્વારા સ્વાગત કરાયું હતું.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવનાર સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યાર થી જ દરેક પક્ષે કમર કસવાની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીને લઇ આજે દરેક ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ દરેક પક્ષના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં જ ડીસા તાલુકાના સદરપુર ગામના પનસિંહ સોલંકીની ભારતીય જનતા પાર્ટીમાં નવી ભીલડી મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ પ્રમુખ પદ સંભાળતાની સાથે જ પક્ષને મજબૂત કરવા અત્યારથી જ દરેક ગ્રામીણ વિસ્તારમાં બેઠકો યોજી રહ્યા છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મજબૂત થાય તે માટે વધુને વધુ કાર્યકર્તાઓ જોડી રહ્યા છે જે અંતર્ગત આજે નવી ભીલડીના પ્રમુખે ડીસા તાલુકાના આસેડા ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આસેડા ગામના સ્થાનિકો દ્વારા પ્રમુખ પનસિંહ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાબુભાઈ શ્રીમાળી ગ્રામ પંચાયતના સભ્ય, રામાભાઈ દેસાઈ,અભેસિંગ ઠાકોર, રમેશભાઈ દેસાઈ, શ્રવણભાઈ પ્રજાપતિ, બાબુજી ઠાકોર ડેપ્યુટી સરપંચ અને સાગરભાઈ દેસાઈ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News