રોટરી ક્લબ ડીસામાં નવા સુકાનીનો શપથવિધિ સમારોહ હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 14:46:07
  • Views : 207
  • Modified Date : 2021-07-06 14:46:07

     રોટરી ક્લબ ડીસામાં નવા સુકાનીનો શપથવિધિ સમારોહ હતો..જેમાં રોટરી ક્લબ ડીસા પ્રમુખ તરિકે  ડીસાના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રવીણભાઈ  ઠક્કર અને એમની ટીમનો શપથવિધિ સમારોહ અનંતરા પાર્ટી પ્લોટમાં યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે district ગવર્નર અશોક મંગલ, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા,દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ વિરેન્દ્રસિંહ ચૌહાણ , આસિસ્ટન્ટ ગવર્નર શાંતિભાઇ ઠક્કર , પૂર્વ પ્રમખ રાજેશભાઈ ઠકકર,પૂર્વ મંત્રી ડોક્ટર તુષાર ભાઈ પટેલ ,મંત્રી ગોપાલ જોશી હાજર રહ્યા હતા.

     નવનિયુક્ત પ્રમુખે રોટરીના માધ્યમથી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચી શિક્ષણ, આરોગ્ય,અને સ્વચ્છતાને લગતા પ્રોજેક્ટ કરી સાચી દેશ સેવા કરવાની વાત કરી હતી. ધારાસભ્ય દ્વારા રોટરીના કોઈપણ પ્રોજેક્ટમાં મદદ કરવાની ખાત્રી આપી હતી.ડીસાના પર્યાવરણ પ્રેમી નવીનકાકા થા સમાજસેવક મહેશકાકા દ્વારા નવીન ટીમને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ડીસાની ઘણી બધી સેવાકીય સંસ્થાના પદાધિકારી તથા આગેવાનો હાજર રહ્યા હતા.રોટરી પરિવારના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લે ભોજન લઈને સૌ છૂટા પડ્યા હતા.

     જ્યારે બીજી બાજુ રોટરી ક્લબ ડીસા દ્વારા ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં  આવ્યો  હતો..ડીસાના પ્રમુખ   રાજુભાઈ  ઠક્કરના જન્મદિવસ નિમિતે રોટરી ક્લબ ડીસા ખાતે ધોરણ ૧૦,૧૧,૧૨ ના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે વ્યાજબી કિંમત માં ફૂલ સ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું.જેના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રાજુભાઈ ઠક્કર તેમજ નટુભાઈ પટેલ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી..જેમાં નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ, સેક્રેટરી ગોપાલભાઈ ,ટીચ ચેરમેન વિક્રમભાઈ ઠકકર, આસિસ્ટન્ટ ગવર્નર શાંતિભાઇ ઠક્કર તેમજ પ્રમોદભાઈ ઠક્કર સહિત રોટરિયન મીત્રો હાજર રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News