ધાનેરા માં આઈ સી ડી એસ ઘટક શાખા ના નવા બિલ્ડીંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:20:30
  • Views : 295
  • Modified Date : 2022-07-30 11:20:30

 

બનાસકાંઠા જિલ્લાના બોર્ડર ધરાવતા વિસ્તારોનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ દિવસેને દિવસે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે ખાસ કરીને લોકોને સરકારની સીધી સુવિધાઓ મળી રહે તે માટે હાલમાં સરકાર દ્વારા અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત ધાનેરા માં આજે આઈ સી ડી એસ ઘટક શાખા ના નવા બિલ્ડીંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું 33 લાખ ના ખર્ચે બનાવવા માં આવેલ આ આઈ સી ડી એસ ઘટક શાખા ની બિલ્ડીંગ ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ બિલ્ડીંગ નું લોકાર્પણ તાલુકા પંચાયત ના પ્રમુખ સોનાભાઇ ના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં ઉપસ્થિત ધાનેરા ના ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ વસંતભાઈ પુરોહિત તેમજ પંચાયત ના ઉપ પ્રમુખ તેમજ સદસ્ય શ્રી તેમજ તાલુકા પંચાયત ના કર્મચારી ગણ અને આઈ સી ડી એસ ઘટક ના અધિકારી અને આંગણવાડી ની બહેનો ની ઉપસ્થિત માં આજે આઈ સી ડી એસ ઘટક શાખા ના નવા બિલ્ડીંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ કમ્પાઉન્ડ માં વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું...

Download Our B K News Today App



Related News