ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ રામાપીર મંદિર ખાતે રામદેવપીરના નેજા ચઢાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:22:41
  • Views : 245
  • Modified Date : 2022-09-05 17:22:41

ડીસા રામદેવપીરના મંદિરે ભગવાનને આજે નવા નેજા ચઢાવાયા હતા. શહેર તેમજ તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી ભક્તોએ વાજતે ગાજતે ચાલતા મંદિરે જઈ 500 થી વધુ નેજા અલખ ધણીને ચઢાવાયા હતા.ભાદરવા સુદ નોમના દિવસે રણુજાના રાજા ભગવાન રામાપીર ને નવા નેજા ચઢાવવામાં આવે છે જેમાં આજે ડીસા શહેર તેમજ આજુબાજુના ગામડાઓ માંથી રામાપીર મંદિરે 500 થી પણ વધુ નેજા ચઢાવવામાં આવ્યા હતા. ભાદરવા સુદ બીજ થી લઈ ભાદરવા સુદ અગિયારસ સુધી રણુજા માં રામદેવપીર નો મોટો મેળો જાય છે જ્યારે દેશભરમાં આવેલા રામાપીરના મંદિરે આ દિવસોમાં નવા નેજા ચઢાવવામાં આવે છે ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ રામાપીર મંદિરે ભક્તો દ્વારા નેજા ચઢાવવામાં આવ્યા હતા.આસેડા ગામે આજે લોકોએ વાંચતી ઘટે શોભાયાત્રા કાઢી રામાપીર મંદિરે જઈ નવા નેજા ચઢાવ્યા હતા રામાપીર મંદિરે ભાવિકોની મોટી ભીડ લાગી હતી. જ્યાં રામાપીર ના મંદિરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News