નેશનલ હાઇવે ઓથોરિટીની નિષ્કાળજીએ લીધો અનેક લોકોનો ભોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:35:08
  • Views : 249
  • Modified Date : 2022-06-23 11:35:08

 

          ડીસા શહેરમાથી પસાર થતાં નેશનલ હાઇવે પર બનાસ નદી પર બ્રિજ બનાવવામાં આવેલો છે.. જેમાં જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં ૬ માસ પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો.. અને તાજેતરમાં તેનું સમારકામ શરૂ કરીને માત્ર દશેક દિવસમાં સમારકામ પૂરું કરીને બ્રિજને ફરી શરૂ કરવામાં આવ્યો છે..  પરંતુ માત્ર દશેક દિવસના કામકાજ માટે આ બ્રિજને ૬ માસથી બંધ રખાયો હતો.. અને તેના લીધે અસંખ્ય લોકોને જીવ ગુમાવવા પડ્યા, લોકોનો કિંમતી સમય પણ ટ્રાફિકના કારણે બગાડવો પડ્યો, લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાસ નદીમાં નવો રસ્તો પણ બનાવવાની નોબત આવી... ત્યારે જે રીતે માત્ર દશ દિવસમાં આ બ્રિજનું સમારકામ શક્ય હતું તો નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ૬ માસ સુધી કોની રાહ જોવામાં આવી રહી હતી.. અને ૬ માસ સુધી બ્રિજ બંધ રહેતા થયેલા જાનમાલ અને આર્થિક નુકશાનનું જવાબદાર કોણ...? જ્યારે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાના લીધે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે અમારી બીકે ન્યૂજ ચેનલની ટીમે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેકટ ડાયરેકટરનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને બ્રિજ બંધ કરવાથી થનારા સંભવિત નુકશાન અંગે પણ માહિતગાર કર્યા હતા. પરંતુ તેમણે આ વાતને બિલકુલ ગંભીરતાથી લીધી નહોતી અને બ્રિજનું સમારકામ થઈ જશે.. જેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.. ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેકટ ચેરમેનને બીકે ન્યૂજ ચેનલ પણ સવાલ પૂછવા માંગી રહી છે કે આ બ્રિજનું સમારકામ માત્ર દશ દિવસમાં જ શક્ય હતું તો ૬ મહિના સુધી બ્રિજને બંધ રાખીને જાનમાલ અને આર્થિક નુકશાન કેમ થવા દીધું...? શું નેશનલ હાઇવે ઓથોરીટી સમારકામ માટે મુહૂર્ત જોઈને બેઠી હતી...? શું નેશનલ હાઇવે ઓથોરીટીને માનવ જીવનની કોઈ જ દરકાર નથી..? આજે નેશનલ હાઇવે ઓથોરીટી તો કોઈ જવાબ આપશે નહીં પરંતુ તેમની મનમાંની અંગે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Download Our B K News Today App



Related News