સિદ્ધપુરના નેચર કલબ દ્વારા આજરોજ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનતી સરસ્વતી નદીને ગંદકીથી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 11:26:06
  • Views : 277
  • Modified Date : 2021-08-02 11:26:06

     સિદ્ધપુરના નેચર કલબ દ્વારા આજરોજ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનતી સરસ્વતી નદીને ગંદકીથી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે.

આજના આધુનિક જમાનામાં ધરતી પર વિવિધ જાતના પ્રદુષણો ફેલાઈ રહ્યા છે. હવાનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ તેમજ જમીનનું પ્રદૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ભારત દેશમાં નદીને માતા કહેવામાં આવે છે પરંતુ માતા સમાન નદીમાં માનવ દ્વારા વિવિધ રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે જેમાં મોટી મોટી કંપનીઓનો કચરો,કેમિકલયુક્ત પાણી તેમજ પ્લાસ્ટિકની બોટલો નાખીને નદીને ગંદી કરવામાં આવી રહી છે ત્યારે સિદ્ધપુરના નેચર ક્લબ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સિધ્ધપુરની સરસ્વતી નદીમાં રહેલી ગંદકી સાફ કરવાનું બીડું ઉપાડયું છે.

સિદ્ધપુરના નેચર કલબ દ્વારા આજરોજ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનતી સરસ્વતી નદીને ગંદકીથી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે તેમજ શહેરના વિવિધ ધાર્મિક સ્થળો પર પણ રીતે સ્વચ્છતા અભિયાન ચલાવી સિદ્ધપુર શહેરના ધાર્મિક સ્થળો તેમજ સરસ્વતી નદીને સ્વચ્છ બનાવી ફરીવાર તે સ્થળો તેમજ સરસ્વતી નદી શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવું કાર્ય કરવામાં આવશે. તેમજ ક્લબના યુવાનો સિદ્ધપુર શહેર માટે પાણી બચાવો અભિયાન,વૃક્ષારોપણ,સ્વચ્છતા અભિયાન જેવા અનેક કાર્યો થકી સિદ્ધપુર શહેરની રોનક ઉભી કરવાનું કાર્ય કરી રહ્યા છે. નેચર કલબમાં રુદ્રેશ ભટ્ટ , મિહિર ત્રિવેદી , મિત દવે , આયુષ ઉપાધ્યાય , કરણ ઉપાધ્યાય , પૂર્વા ભટ્ટ , સૃષ્ટિ વ્યાસ , સ્મૃતિ વ્યાસ , સહિતના કુલ તેર જેટલા સભ્યો ક્લબમાં છે. ક્લબનો લક્ષ્યાંક છે કે શક્ય હશે તો પવિત્ર શ્રાવણ માસ પહેલા માતા સરસ્વતી નદીને ગંદકી તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવીને પવિત્ર નદી તરીકેની ઓળખ ફરી એક વાર ઊભી કરીશું.

Download Our B K News Today App



Related News