ડીસા નગરજનોને સુવિધા આપવાની જવાબદારી વચ્ચે નગરપાલિકા નગરજનોના જીવ મૂકી રહયી છે જોખમમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-04 13:51:01
  • Views : 231
  • Modified Date : 2022-03-04 13:51:01

ડીસા નગરજનોને સુવિધા આપવાની જવાબદારી વચ્ચે નગરપાલિકા નગરજનોના જીવ મૂકી રહયી છે જોખમમાં

ડીસા અત્યારે નગરજનોના જીવ જોખમમાં મૂકી રહી છે તેમ લાગી રહ્યું છે..ડીસાના વાડીરોડ વિસ્તારમાં સમશાન નજીકથી પસાર થતી ગટર પર જે સ્લેબ બનાવવાની કામગીરી ચાલી રહી છે તે કામગીરી આગામી સમયમાં ડીસા શહેરમાં મોટી જાનહાનિને આમંત્રિત કરી શકે છે..

નગરજનોને સુવિધા આપવાની જેની જવાબદારી છે તે નગરપાલિકા જ અત્યારે નગરજનોના જીવ જોખમમાં મૂકી રહી છે.. વાત છે ડીસા નગરપાલિકાની... ખબર નહીં ડીસા નગરપાલિકાને ડીસાના નગરજનો સાથે કઈ દુશ્મનીનો વેર વાળી રહી છે.. અત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વડીરોડ સ્મશાન નજીકથી પસાર થતી ગટર પર જે સ્લેબ બનાવવાની કામગીરી ચાલી રહી છે તે કામગીરી આગામી સમયમાં ડીસા શહેરમાં મોટી જાનહાનિને આમંત્રિત કરી શકે છે.. કારણ કે આ ગટરલાઇન શહેરની મુખ્ય ગટરલાઇન છે અને સમગ્ર ડીસા શહેરની ડ્રેનેજ સિસ્ટમ સાથે જોડાયેલી છે.. બ્રિટિશ શાસનથી જે ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી તે શહેરની ભૌગોલિક પરિસ્થિતીને ધ્યાને લઈને કરવામાં આવી હતી.. અને શહેરમાં થતાં સ્ટ્રોમ વોટર એટ્લે કે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા આ ગટરો દ્વારા કરવામાં આવી હતી.. અને હવે વ્યવસ્થા સાથે ડીસા નગરપાલિકા દ્વારા છેડછાડ કરવામાં આવી રહી છે.. ડીસામાં વાડીરોડ નજીક આવેલા સ્મશાન નજીકથી પસાર થતી ગટર લાઇન પર પાલિકા દ્વારા અત્યારે સ્લેબ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.. અને આ કામગીરી આગામી સમયમાં ડીસા શહેરમાં મોટી જાનહાનિ સર્જી શકે છે.. કારણ કે આ ગટર લાઇનમાં સમગ્ર શહેરનું પાણી આવે છે.. અને ચોમાસામાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે.. અને જો ગટર પર સ્લેબ બાંધી દેવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે ડીસામાં વધુ વરસાદ પડશે અને આ ગટર ચોકઅપ થઈ જશે તો ગટરનું તમામ પાણી બેક મારશે અને આસપાસના નીચાણ વાળા વિસ્તારમાં આ પાણી ઘૂશી શકે છે.. જે ગંભીર ખતરાને નોતરી શકે છે.. કારણ કે આ ગટરલાઇન પર જ્યાં સ્લેબ બાંધવાની કામગીરી ચાલી રહી છે તેની આસપાસ જ હજારો ઘરો આવેલા છે અને આ ઘરો પર મોટું જોખમ સર્જાઈ શકે છે.

Download Our B K News Today App



Related News