પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીની પાઇપનું કામ અધૂરું મુકનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ નોટિસ ફટકારી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-03 14:17:14
  • Views : 259
  • Modified Date : 2021-06-03 14:17:14

     પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂર્ગભ પાઇપ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. જોકે, કોન્ટ્રાકટરે કામ અધુરૂ મુક્યુ હોવાથી પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જો ચોમાસા પહેલા કામ પુરૂ નહી થાય તો 300 ઘરોમાં વરસાદી પાણી ભરાવાની ભિતી સેવાઇ રહી છે. મુદ્દે અગાઉ પણ સ્થાનિક રહિશો દ્વારા પાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

     પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા ભૂર્ગભ પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે કામ 90 ટકા પૂર્ણ થઇ ગયું છે. જોકે, કોન્ટ્રાકટર દ્વારા બાકીનું કામ અધુરૂ મુકવામાં આવતાં પાલિકાએ નોટિસ ફટકારી છે. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ કે, રૂપિયા 10,41,218ના ખર્ચે સત્યમ કન્સટ્રકશનને 2018-19ની ગ્રાંટ હેઠળ કામ સોંપવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી કામગીરી પૂર્ણ કરી નથી...આગામી માસમાં ચોમાસાની સિઝન શરૂ થવાની હોવાથી વિસ્તારના રહીશોને વરસાદી પાણી ઘરોમાં ભરાવનો ભય સતાવી રહ્યો છે.. ત્યારે સાથનિક રહીશો અને સદસ્યોની રજૂઆતો ધ્યાને લઇ નગપાલિકાએ નોટિસ આપી બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા હોવાથી દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ મકાનોમાં પાણી ભરાઇ જાય છે... અંગે સ્થાનિક રહીશ મજહરભાઇ કુરેશીએ જણાવ્યું કે સમસ્યાનો અંત લાવવા માટે અગાઉ પણ નગરપાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. જો, ચોમાસા પહેલા પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં નહી આવે તો વિસ્તારના 300થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જવાની ભિતી સેવાઇ રહી છે...ત્યારે જલ્દી માં જલ્દી સત્યમ કન્સટ્રકશન દ્વારા કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ છે.

Download Our B K News Today App



Related News