પોતાના ઘર પર તિરંગો ફરકાવી આ અભિયાન ને સમર્થન આપે તે માટે પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-14 12:21:56
  • Views : 422
  • Modified Date : 2022-08-14 12:21:56


સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભ્યાનને સાર્થક બનાવવા માટે ડીસા નગરપાલિકા ની ટીમ અને નગરસેવકો પણ કામે લાગી ગયા છે અને ડીસા નગરપાલિકાએ 20 હજાર જેટલા તિરંગા નું વિતરણ કરી દરેક નાગરિક પોતાના ઘર પર તિરંગો ફરકાવી આ અભિયાન ને સમર્થન આપે તે માટે પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી છે


દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે જે અંતર્ગત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે જેમાં 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના 25 કરોડ ઘર પર એક સાથે તિરંગો લહેરાવવા નું સરકાર નું આયોજન છે જે કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા નગરપાલિકા ના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણી સહિત નગરસેવકો અને પાલિકાની ટીમ પણ કામે લાગી ગઈ છે. નગરપાલિકા દ્વારા ડીસાવાસીઓને 20 હજાર તિરંગા નું વિતરણ કરાયું હતું તેમજ દરેક ડીસા વાસી પોતાના ઘર પર આ તિરંગો ફરકાવી હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવે, સમર્થન આપે તે માટે પ્રમુખે અપીલ કરી છે સાથે સાથે દરેક સરકારી કચેરી, સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ ને પણ આ અભિયાનમાં જોડવામાં આવી છે. આ અંગે નગરપાલિકા ના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણીએ જણાવ્યું હતું કે દરેક ડીસાવાસીએ આ રાષ્ટ્રીય પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવવો જોઈએ અને આ હર ઘર તિરંગા અભીયાનને સાર્થક બનાવી પોતાની નાગરિક તરીકે ની ફરજ નિભાવવી જોઈએ.

Download Our B K News Today App



Related News