ગૌ સેવકોનું આંદોલન બીજા દિવસે પણ જારી છે ગઈકાલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે ડીસા માં જિલ્લાના ગૌ સેવકો ધરણા પર બેઠા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-24 19:16:35
  • Views : 293
  • Modified Date : 2022-09-24 19:16:35


500 કરોડ ની સહાયના મુદ્દે ગૌ સેવકોનું આંદોલન બીજા દિવસે પણ જારી છે ગઈકાલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે ડીસા માં જિલ્લાના ગૌ સેવકો ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી સરકાર કાયમી સહાયની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી રોજ વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે દેખાવો કરાશે


સરકારે જાહેરાત કર્યા બાદ ગૌશાળા અને પાંજરાપોળને સહાય ન ચૂકવતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌસેવકો માં ભારે આક્રોશ ફેલાયો હતો ગઈકાલે ગૌસેવકોએ શરૂ કરેલ ઉગ્ર આંદોલન બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે આજે ડીસામાં સાંઈબાબા મંદિર આગળ જિલ્લાના ગૌસેવકો અને સાધુ સંતો સરકાર સામે મોરચો માડી ધારણા પર બેસી ગયા હતા. ગૌ સેવકો ના આંદોલનને ભારતીય કિસાન સંઘે પણ ટેકો જાહેર કર્યો છે અને અંબાજી ખાતે આવી રહેલા પીએમ નરેન્દ્ર મોદી ના કાર્યક્રમમાં ગૌ સેવકોની સાથે કિસાન સંઘના લોકો પણ દેખાવો કરી સહાય માટે રજૂઆત કરશે. આજે ગૌ સેવકો દ્વારા કોઈ જલદ કાર્યક્રમો ન થાય અને અફડા તફડી ન ફેલાય તે માટે વહેલી સવારથી જ ધરણા સ્થળ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજે ગૌ સેવક આગેવાન કિશોરભાઈ દવે અને જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર અમને કાયમી સહાયની વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી દરરોજ અમે વિવિધ કાર્યક્રમો કરી સરકાર સામે વિરોધ દર્શાવતા રહીશું આજે અમે ધારણા પર બેઠા છીએ અને આવતીકાલે 101 લોકો મુંડન કરી સરકારનું બેસણું રાખી વિરોધ દર્શાવીશું


Download Our B K News Today App



Related News