માતા દીકરીના ઘરે ડિલિવરી માટે રહેવા ગયાને વેવાઈ સાથે પ્રેમ થઈ ગયો, જમાઈના મોત બાદ દીકરીને બીજે પરણાવી બંને સાથે રહેવા લાગ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 12:49:33
  • Views : 490
  • Modified Date : 2021-03-14 12:49:33

    શહેરના પૂર્વ વિસ્તારમાં વેવાણ અને વેવાઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવતા આંખ મળી ગઈ હતી બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી. દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ મારપીટ કરતા પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા સાથે રહેવા તૈયાર ન હતી અને દીકરી દબાણ કરતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી તેમજ કાયદાકીય સલાહ આપી હતી.

    મહિલા હેલ્પલાઇન 181ને પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી મને લઈ જવા માંગે છે મારે તેની સાથે નથી જવું. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ચાર વર્ષ પહેલાં મહિલા દીકરીને ત્યાં સાસરીમાં ડિલિવરી માટે રહેવા ગઈ હતી. દરમ્યાનમાં દીકરીના સસરા સાથે મહિલાને આંખ મળી ગઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનના કારણે મોટ થતા મહિલાએ દીકરીના મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા હતા અને પોતે દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગ્યા હતા. દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરી તરફથી મારપીટ થતાં તેઓ પરત આવી ગયા હતા.

    પૂર્વ સસરા સાથે માતા રહેતી હોવાનું દીકરીને પસંદ ન હોવાથી તેમને લેવા માટે આવ્યા હતા. સમાજમાં ખરાબ વાતો થતી હોવાનુ પણ દીકરીએ કહ્યું હતું છતાં બંને માનતા ન હતા. છેવટે દીકરીએ આત્મહત્યાની ધમકી આપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે ત્રણેયને સમજાવ્યા હતા. દીકરીના પૂર્વ સસરાને સમજાવ્યા હતા કે કોઈ કાયદાકીય પ્રોસેસ વગર મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે અને મહિલા અને દીકરીને પણ સમજાવ્યા હતા. વેવાઈને વૃદ્ધાશ્રમની માહિતી પણ આપી હતી. બે કલાકની સમજાવટ બાદ તેઓ રાજીખુશીથી પોત પોતાની રીતે અલગ રહેવા તૈયાર થયા હતા.


Download Our B K News Today App



Related News