ડીસામાંથી ગુમ થયેલ માતા પુત્રને ડીસા ઉત્તર પોલીસે ગણતરી કલાકોમાં શોધી કાઢયા હતા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:57:52
  • Views : 4739
  • Modified Date : 2021-10-22 11:57:52

 

ડીસા જલારામ બંગ્લોઝ ખાતે રહેતા પ્રકાશભાઈ અરવિંદભાઈ માળી તેમની પત્ની સેજલબેન ઉર્ફે ગુડિયા પ્રકાશભાઈ માળી તથા તેમનો દીકરો શૈયમ પ્રકાશભાઈ માળી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ જે બાદ  પ્રકાશભાઈ માળીએ  તેમની પત્ની અને તેમના દિકરાની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય મળી આવેલ નહીં જે બાદ પ્રકાશભાઈ માળીએ ડીસા ઉત્તર પોલીસ મથકના પી. આઈ. જે.વાય. ચૌહાણ જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ મથકના પી.આઈ.જે.વાય.ચૌહાણે પ્રકાશભાઈ માળી ની પત્ની અને તેનો દીકરો શૈયમ ને ગોતી કાઢવા માટે ઉત્તર પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ અશોકસિંગ મગનસિંહ તેમજ પોલીસ કોસ્ટેબલ વનરાજસિંહ પ્રતાપજી ને સૂચના આપતા ડીસાના જલારામ મંદિર ના તેમજ ડીસા નવા બસ સ્ટેન્ડ ના સીસીટીવી ફૂટેજ ચેક કરવા મોકલી આપેલ ડીસા નવા બસ સ્ટેન્ડ ના સીસીટીવી ફુટેજમાં પ્રકાશભાઈ માળી ની પત્ની અને તેનો દીકરો અમદાવાદ વાળી બસમાં બેસી જણાવેલ જે આધારે પોલીસ સ્ટાફના માણસો ને અમદાવાદ મોકલી અને જે બાદ  અમદાવાદ ગીતામંદિર ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પ્રકાશભાઈ માળની પત્ની અને તેનો દીકરો ગીતામંદિર બેઠેલ જાણવા મળતા   પ્રકાશભાઈ માળી ની પત્ની સેજલબેન ઉર્ફે ગુડિયા અને તેનો દીકરો શૈયમ પ્રકાશભાઈ માળીને કબજો લઇ સહી સલામત રીતે પ્રકાશભાઈ અરવિંદભાઈ માળીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આપી ડીસા ઉત્તર પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે.

Download Our B K News Today App



Related News