ડીસા શહેરના બનાસ નદી બ્રિજ પર સર્જાતા વારંવાર ટ્રાફિકને લઈ ડીસાના ધારાસભ્યએ મુલાકાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-01 12:52:47
  • Views : 208
  • Modified Date : 2022-05-01 12:52:47

ડીસા શહેરના બનાસ નદી બ્રિજ પર સર્જાતા વારંવાર ટ્રાફિકને લઈ ડીસાના ધારાસભ્યએ મુલાકાત કરી

ડીસા શહેર માંથી પસાર થતા બનાસ નદી નો જૂનો બ્રિજ જૂનો થઈ જતાં હાલમાં તેને બંધ કરવામાં આવ્યો છે અને નવા પુલનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇ હાલમાં બનાસ નદી બ્રિજ પર માત્ર એક જ દિવસ ચાલુ કરવામાં આવે છે જેના કારણે રોજેરોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગયો છે બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી બનાસ નદી બ્રિજ પર પાંચ પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક થાય છે જેના કારણે અનેકવાર વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ન રહેવું પડે છે ખાસ કરીને આ ટ્રાફીકમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાન પણ ફસાઇ જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલ માટે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને હાઇવે ઓથોરિટી ની ટીમ સાથે બનાસ નદી 30 પર રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અરે આ ટ્રાફિક સમસ્યાનો કાયમી નિકાલ કેવી રીતે લાવવો તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને ટ્રાફિક જામના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેને લઇ સ્થાનિકોની રજૂઆતના પગલે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા આ ટ્રાફિકના નિકાલ માટે બ્રિજ પર મુલાકાત કરી હતી. તો બીજી તરફ ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે છેલ્લા ઘણા સમયથી રોડ ખખડધજ હાલતમાં છે જેના કારણે વારંવાર વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ડીસા શહેરમાં હાઇવે વિસ્તારમાં તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તે માટે પણ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા હાઈવે ઓથોરીટીને રજૂઆત કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News