ધારાસભ્ય દ્વારા પોલીસને લોકોને ના રોકવા માટે જણાવ્યું હતું ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહે છે જેને લઇ અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 11:30:42
  • Views : 391
  • Modified Date : 2022-09-05 13:19:41

 

ડીસામાં લવ જેહાદના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું આયોજન થતાં ની સાથે સમગ્ર ડીસા શહેર સજ્જડ બંધ થઈ ગયું હતું અને તમામ લોકોએ લવ જેહાદના વિરોધને સમર્થન આપી તમામ લોકો રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં તમામ હિન્દુ ધર્મના લોકો રેલીમાં જોડાઈ અને એક જ નારા સાથે ડીસા શહેરમાં ફર્યા હતા અને લવ જેહાદની ઘટનાને અંજામ આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યારે આવા સમયે ડીસા શહેરના ધારાસભ્ય શશીકાંત પંડ્યા જ્યારે લોકોને સાઈબાબા મંદિર પાસે પ્રવચન આપી રહ્યા હતા તેવા સમયે પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલા લોકોને આગળ વ્યવસ્થા માં ઊભા રહેવા માટે અપીલ કરવામાં આવી રહી હતી તેવા સમયે ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા પોલીસને લોકોને ના રોકવા માટે જણાવ્યું હતું અને જો પોલીસ દ્વારા આ લોકોને રોકવામાં આવશે તો તેનું પરિણામ અહીંયા જ ભોગવવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું હતું સાતો સાત ડીસાના પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા ને પણ સાનમાં સમજી જવા માટે ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહે છે જેને લઇ અનેક તર્ક પિતર્ક સર્જાઇ રહ્યા છે


                                    

Download Our B K News Today App



Related News