કાંકરેજમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રીનુ ઠેર-ઠેર ઉમકાભેર સ્વાગત કરાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-01 12:07:12
  • Views : 278
  • Modified Date : 2021-10-01 12:07:12

     કાંકરેજ તાલુકાના ખારીયાના પનોતા પુત્ર અને કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ પી.વાધેલા ની તાજેતરમાં નવિન રચાયેલી ગુજરાત સરકારમાં આઝાદી બાદ કાંકરેજ તાલુકામાં સૌ પ્રથમવાર મંત્રીમંડળમાં ફેરબદલ કરતાં કિર્તિસિંહ વાધેલાને સરકારમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી બનાવતાં તાલુકામાં હર્ષની લાગણી છવાઈ હતી.કિર્તિસિંહ વાધેલા મંત્રી બન્યા બાદ તેમના માદરે વતન કાંકરેજ તાલુકામાં સૌ પ્રથમવાર બુધવારના રોજ આવતાંની સાથે તાલુકાના કંબોઈ ચોકડી ઉપર સમગ્ર તાલુકાના અને ડીસા તાલુકાના ગામડામાંથી આવેલા કાર્યકરો સ્વાગત કરાયુ હતુ.ત્યારબાદ ત્યાંથી ડી.જે. સાઉન્ડના તાલે વરધોડા સ્વરુપે ઉંબરી,શિહોરી,ડુંગરાસણ,વડા તેમજ થરા  હાઇવે સ્થિત શ્રી જલારામ મંદિરના પૂજારી તથા ટ્રસ્ટી ગણ,શ્રી બહુચર માતાજી મંદિરના પૂજારી તથા ટ્રસ્ટીઓએ તેમજ થરા બજારમાં તેમનુ ઉમળકાભેર ફુલહાર અને વિવિધ મોમેન્ટો આપી સ્વાગત કરાયુ હતુ.ત્યારબાદ થરા માર્કેટયાર્ડના શેડમાં રેલી સભા સ્વરુપે ફેરવાઈ હતી.સભાની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે  દીપપ્રાગટય કરી કીર્તિસિંહ વાધેલાનુ માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા કે.વાઘેલા,પ્રજાપતિ સમાજ તથા અન્યસમાજ  તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર, શાલ,વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.અને સભામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરેલ.અને કિર્તિસિંહ વાધેલા દ્વારા થરા નગરપાલિકાની ચુંટણીમાં ચોવીસે ચોવીસ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાય તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.અને તમામ સીટો ઉપર જીત હાંસલ કરી તમામ કમળ મોદીના ચરણોમાં મુકીએ તેમ જણાવ્યુ હતુ.અને તમામનો દિલથી આભાર વ્યકત કર્યો હતો.

Download Our B K News Today App



Related News