ગુજરાતમાં નવા કૃષિ કાયદાથી થયેલ અસરો અંગે સહકાર મંત્રીને વાકેફ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-24 11:08:39
  • Views : 232
  • Modified Date : 2021-10-24 11:08:39

 

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ નવા કૃષિ કાયદાથી અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે ત્યારે ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘના હોદ્દેદારો સહકાર મંત્રી ની મુલાકાતે નવા કાયદાથી થયેલ અસરો અંગે વાકેફ કર્યા હતા.

કેન્દ્રીય કૃષિ વિભાગ દ્વારા તાજેતરમાં નવા કૃષિ કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યાં છે. જેથી ખાનગી એપીએમસી નો વ્યાપ વધશે તેમજ સહકારની ભાવનાથી ચાલતી એપીએમસી ને ભારે નુકશાન થઈ રહ્યું છે. નવા કૃષિ કાયદાથી ગુજરાત ની અનેક નાની એપીએમસીઓ બંધ થઈ ગઈ છે. આથી નવા કૃષિ કાયદાથી એપીએમસી ઉપર પડતી આડ અસરો, કર્મચારીઓની સુરક્ષા અને બજાર સમિતિઓને વધુ કાર્યદક્ષ બનાવવા ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સમક્ષ ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અડોદરીયા, મહામંત્રી રમેશભાઈ આહિર, બજાર સમિતિ ડીસાના સેક્રેટરી અમૃતભાઈ જોષી અને બજાર સમિતિ વલસાડ ના સેક્રેટરી દર્શનભાઈ દેસાઈ રૂબરૂ મુલાકાત લીધી હતી.

 

ગુજરાતભરની બજાર સમિતિઓના કર્મચારીઓના હક્કના પડતર પ્રશ્નો અંગે સહકાર મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેથી તેઓએ પડતર પ્રશ્નો સબંધે હકારાત્મક જવાબ આપી વહેલા માં વહેલી તકે ઉકેલ લાવવાની ખાત્રી આપી છે તેમ બજાર સમિતિ ડીસાના સેક્રેટરી અમૃતભાઈ જોષી જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News