બનાસકાંઠાના દૈયપ,માવસરી અને વાવના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ : બાજરીના પાકને નુકશાનની ભીતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 11:20:13
  • Views : 327
  • Modified Date : 2021-05-10 11:20:13

     બનાસકાંઠા જિલ્લાના વાવના સરહદી પંથકમાં છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ જામ્યો હતો. દૈયપ,માવસરી સહિત ગામોમાં વરસાદી માહોલ છે. ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાતા ઠંડક પ્રસરી હતી. બફારાના વાતાવરણ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બનાસકાંઠા, ડાંગ, નર્મદા, વડોદરા, તાપી, સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું અનુમાન છે.

     એક તરફ ભર ઉનાળે વરસાદ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જેના કારણે ગામમાં ઠંડક પ્રસરી હતી અને ગ્રામજનોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. જ્યારે બીજી તરફ જોરદાર પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.. કારણ કે અત્યારે ખેતરમાં બાજરીનો પાક ઊભો છે ત્યારે અચાનક આવેલા વરસાદથી બાજરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહયી છે.

Download Our B K News Today App



Related News