હવામાન વિભાગે અગાહી, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-03 17:22:49
  • Views : 90
  • Modified Date : 2024-03-03 17:22:49

રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ઉતરતા શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્તમાનમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતા લોકો ગરમી, ઠંડી તેમજ વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે અગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. જેમાં ડાંગ, તાપી , નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે.  તો આવતી કાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે.  તાપમાન વધતા લોકોને ગરમીનો અહેસાસ થશે.શનિવારે રાજ્યના 91 તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમા રાજ્યના 91 તાલુકામાં સામાન્ય વરસાદથી લઇ કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો. રાજ્યમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો. તો બીજી બાજુ ભચાઉ અને કાંકરેજ તાલુકામાં સૌથી ઓછો 10 મીલીમીટર વરસાદ નોંધાયો. શનિવારે વરસેલા કમોસમી વરસાદને લઇને સૌથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે. તો રાજ્યમાં વીજળી પડવાને કારણે 2 લોકોનાં મોત થયા છે.

Download Our B K News Today App



Related News