હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-20 13:27:49
  • Views : 109
  • Modified Date : 2023-08-20 13:27:49

હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની શક્યતા છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

Download Our B K News Today App



Related News