હવામાન વિભાગે હિટવેવની આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ ડીસાના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 10:56:45
  • Views : 202
  • Modified Date : 2022-04-19 10:56:45

 


અત્યારે ઉનાળામાં ડીસામાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ જતાં તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે હિટવેવની આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ ડીસાના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં શિયાળામાં હાર્ડ થીજાવે તેવી ઠંડી પડતી હોય છે તો ઉનાળામાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે અત્યારે ગુજરાતના નલિયા પછી બનાસકાંઠાના ડીસામાં વધુ પડતી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે હીટ વેવની આગાહી જાહેર કરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અત્યારે ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી જતાં જેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે અને વધુ પડતી ગરમી પડવાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે વધુ પડતી ગરમીના કારણે અનેક પ્રકારના રોગો પણ સામે આવતા હોય છે અને અત્યારે ડીસા સિવિલમાં વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના કેસો વધી રહ્યા છે અને દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે હીટ વેવની આગાહી ને હાલ ડીસા સિવિલમાં દર્દીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ડોક્ટર નો સ્ટાફ પણ ખડે પગે કરી દેવામાં આવે છે તેમજ સિસ્ટમ પણ પૂરતો જોવા મળી રહે છે અને દર્દીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને વોર્ડમાં દર્દીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે તમામ વોર્ડમાં પંખા સહિતની સુવિધા કરી દેવામાં આવી છે..

 

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં દર વર્ષે ઉનાળાના સમયમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં તેની સીધી અસર જોવા મળી રહી છે ત્યારે અત્યાર ની વાત કરવામાં આવે તો નલિયા પછી ડીસા શહેરમાં વધુ પડતી ગરમી પડતી હોય છે તને હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી જાહેર કરવામાં આવી છે. અને ડીસા શહેરમાં વધુ પડતી ગરમીના કારણે અનેક પ્રકારના રોગો પણ સામે આવતા હોય છે ઉનાળાના સમયમાં હીટ વેવની આગાહી વચ્ચે ડીસા સિવિલમાં કેવી પ્રકારની તૈયારી છે તે જોવા માટે અમારી જીએસટીવીની ટીમ રિયાલિટી ચેક કરવા પોહચી હતી ..

Download Our B K News Today App



Related News