સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો : ઝાલાવાડ અગન ભઠ્ઠીમાં ફેરવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-07 18:17:59
  • Views : 53
  • Modified Date : 2025-04-07 18:17:59

- અગનજ્વાળાઓ વરસતા ઝાલાવાડવાસીઓ શેકાયા

- શહેરની બજારો અને રસ્તાઓ ગરમીના કારણે સુમસામ બન્યા : રજાના દિવસે બપોરે ઘરમાંથી નીકળવાનું લોકોએ ટાળ્યું : તળાવો સુકાતા પશુઓ માટે પાણીની તંગી સર્જાશે : લીલા ઘાસચારાની પણ અછત

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. ત્યારે ગઈકાલે તા.૦૬ એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૪૫ ડિગ્રીથી વધુ તપામાન નોંધાતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળા દરમ્યાન રાજ્યભરમાં નોંધાતા વધુ તાપમાનમાં સૌથી વધુ તાપમાન લગભગ નોંધાય છે. જેમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો હતો ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી આકાશમાંથી જાણે અગનજ્વાળાઓ વર્ષી રહી હોય તેમ લાગી રહ્યું છે અને છેલ્લા બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચ્યો છે. જેની અસર જનજીવન સહિત પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે તાપમાને તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન અંદાજે ૪૫ ડિગ્રી નોંધાતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રસ્ત બની રહ્યાં છે. હજુ પણ હવામાન  વિભાગદ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈ વહિવટી તેમજ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. ત્યારે જીલ્લામાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાતા શહેરની બજારો સહિત મુખ્ય રસ્તાઓ સુમસામ બન્યા હતા અને કરફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં તળાવો સુકાતા અબોલ પશુઓ માટે પાણીની તંગી સર્જાવાનો ભય વર્તાઈ રહ્યો છે. લીલા ઘાસચારાની પણ અછત આવનારા દિવસોમાં ઉભી થશે. ત્યારે પશુપાલકો પણ કફોડી સ્થિતિમાં મુકાવાની સંભાવના વર્તાઈ રહી છે. 

Download Our B K News Today App



Related News