આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની તૈયારી ના ભાગ રૂપે બેઠક યોજાઇ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-11 12:15:19
  • Views : 235
  • Modified Date : 2022-07-11 12:15:19

 

ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન દ્વારા આગામી આવનાર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની તૈયારી  ના ભાગ રૂપે ડીસા હિન્દૂ ધર્મ શાળા બેઠક યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યા માં આદિવાસી ભીલ સમાજના આગેવાનો યુવા મિત્રો હાજર રહ્યા હતા...

 

આગામી આવનાર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની  ભારે ઉત્સાહ ભેર ઉજવણીના ભાગ રૂપે આજે ડીસા ખાતે કાર્યરત એકલવ્ય યુવા સંગઠન

ડીસા બનાસકાંઠા દ્વારા ડીસા ખાતે આવેલ હિન્દૂ ધર્મ શાળા ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં આગામી સમય માં આવનાર આદિવાસી  તહેવાર એટલે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ દિવસ ને લઈ  ભારતભરમાં વસતા  આદિવાસી ભીલ સમાજ ના લોકો તડામાર તૈયારી કરી રહ્યા છે.ત્યારે ડીસા ખાતે પણ વિશ્વ આદિવાસી  દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજે બેઠક યોજાઇ હતી.આ બેઠક માં સમાજ જાગૃતિ આવે તેમજ સમાજ શિક્ષિત થાય તેમજ અન્ય સમાજ ની જેમ આદિવાસી ભીલ સમાજ પણ આગળ આવે તેમજ આદિવાસી ભીલ સમાજ ના જે હક્કો તેમજ અધિકાર છે.તે તમામ નો લાભ મળે આ તમામ મુદા ને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં એકલવ્ય યુવા સંગઠન ડીસા ના તમામ સભ્યો તેમજ સમાજના આગેવાનો તેમજ વડીલો મિત્રો મોટી સંખ્યા હાજર રહ્યા હતા...

Download Our B K News Today App



Related News