આપ પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાની યોજાનાર સભાનો સિદ્ધપુર યુવા બ્રહ્મ સંગઠન દ્વારા વિરોધ કરાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:25:46
  • Views : 262
  • Modified Date : 2021-07-25 12:25:46

     સિદ્ધપુર ખાતે રવિવારે ૧૧ વાગ્યાના સુમારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા તેમજ આમ આદમી પાર્ટીના યુવા નેતા ઈશુદાન ગઢવી દ્વારા તાવડિયા ચોકડી પાસે આવેલા સિધ્ધાર્થ પાર્ટી પ્લોટ ખાતે જન - સંવેદના મુલાકાતનો કાર્યક્રમ રાખેલ છે તે કાર્યક્રમ ની સિદ્ધપુરના યુવા બ્રહ્મ સંગઠનના સદસ્યોને થતા  સિદ્ધપુર યુવા બ્રહ્મ સંગઠન દ્વારા હિન્દૂ તેમજ બ્રાહ્મણ વિરોધી શબ્દોચ્ચાર કરનાર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમને રદ્દ કરવામાં આવે તે અંગેનું આવેદનપત્ર શુક્રવારના રોજ સિદ્ધપુર પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયાબેન ગાંગુલીને આપવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News