આજે નર્મદા બંધ મહત્તમ સપાટી 138 મીટરે પહોંચે તેવી શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 12:22:11
  • Views : 449
  • Modified Date : 2020-09-15 12:22:11

    સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી હજુ પણ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ધીરે ધીરે નર્મદા બંધના સરદાર સરોવરમાં આવતા હાલ પાણીની આવક 52,911 કયુસેક થઈ રહી છે. નર્મદા બંધની જળ સપાટી હાલમાં 137.86 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પરંતુ હાલ 138 સુધી ભરવાની પરમિશન સરકારે આપી છે.

દિવસમાં 10 થી 15 સેમીનો વધારો
ત્યારે 138 મીટરે પહોંચવામાં માત્ર 14 સેમી દૂર છે. હાલ તંત્ર દ્વારા 52,911 ક્યુસેક પાણીની આવક સામે રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન અને 3 ટર્બાઇન કેનલ હેડ પાવર હાઉસના મળી 52,297 ક્યુસેક પાણીની જાવક કરે છે. અવાક અને જાવક સરખી થઈ જતાં સવારથી નર્મદા બંધની જળ સપાટી 137.86 મીટરે સ્થિર રહી હતી. પરંતુ એક દિવસમાં 10 થી 15 સેમીનો વધારો નોંધાતો હોય નર્મદા બંધ મંજૂરી પ્રમાણે 138 મીટરે મંગળવારે થાય એવી શક્યતા હાલ જોવા મળી રહી છે.

નર્મદા બંધની સપાટી ધીમે ધીમે વધી રહી છે
હવામાન વિભાગ દ્વારા હજુ એક વાર ભારે વરસાદની આગની આ બે ત્રણ દિવસોમાં થાય તેવી આગાહી કરી છે. જેને લઈને ઉપરવાસમાંથી આવતા પાણી પર નર્મદા નિગમના અધિકારીઓની નજર છે. નર્મદા બંધની સપાટી ધીમે ધીમે વધી રહી છે. તબક્કા વાર પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો ફાયદો ગુજરાતને થવાનો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં 5750 MCM (મિલીયન ક્યુબિક મીટર) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

Download Our B K News Today App



Related News