ડીસા તાલુકાના ભીલડી ગામે આવેલ માર્કેટયાર્ડ આજથી આઠ દિવસ સુધી મીની વેકેશન આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-02 12:12:27
  • Views : 246
  • Modified Date : 2021-11-02 12:12:27

ડીસા તાલુકાના ભીલડી ગામે આવેલ માર્કેટયાર્ડ આજથી આઠ દિવસ સુધી મીની વેકેશન આપવામાં આવ્યું છે.જેના કારણે આજથી ભીલડી માર્કેટયાર્ડમાં તમામ પ્રકારની માલની હરાજીના કામકાજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીલડી માર્કેટયાર્ડમાં કામ કરતા શ્રમિકો દિવાળી પૂર્વે પોતાના વતન જતા હોય અને વેપારીઓને પણ ચોપડાપૂજન,લક્ષ્મીપૂજન કરતા હોવાથી દર વર્ષે દિવાળીના મિની વેકેશન પાડવામાં આવતો હોય છે.જેને આજ થી ભીલડી માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. ભીલડી માર્કેટયાર્ડ આજુબાજુ મોટાભાગે ખેડૂતો વસવાટ કરે છે જેના કારણે મોટા પ્રમાણમાં ભીલડી માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાના પાકની અવર-જવર કરતાં હોય છે ત્યારે દિવાળીના સમયે ભીલડી માર્કેટ યાર્ડમાં મોટાભાગના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખુલ્લા બજારમાં વેચાણ કર્યું હતું જે બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ મીની વેકેશન પડતાં જ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ની અવરજવર બંધ થઈ હતી આ અંગે ભીલડી માર્કેટ યાર્ડના સેક્રેટરી એ જણાવ્યું હતું કે હાલમાં હિંદુ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળી શરૂ થયો છે જેના કારણે તમામ મજૂર વર્ગ પોતાના વતન તરફ જઈ રહ્યા છે જેના કારણે ભીલડી માર્કેટયાર્ડ આઠ દિવસ સુધી બંધ રાખવામાં આવે છે અને ૮ દિવસ બાદ રાબેતા મુજબ ભીલડી માર્કેટયાર્ડ ખુલશે અને ખેડૂતોનો માલ પણ ૮ દિવસ બાદ ખરીદી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News