ડીસા શહેરમાં આવેલી મેઇન બજારમાં પણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો સાથે અનેક છેતરપિંડીના બનાવો સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:26:25
  • Views : 1318
  • Modified Date : 2022-03-07 11:26:25

ડીસા શહેરમાં આવેલી મેઇન બજારમાં પણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો સાથે અનેક છેતરપિંડીના બનાવો સામે આવી

 

આજના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.. અર્થશાસ્ત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે.. પરંતુ વર્તમાન સમયમાં બજારના રાજાની હાલત કફોડી છે અને વારંવાર છેતરપિંડીનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે ડીસા શહેરમાં આવેલી મેઇન બજારમાં પણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો સાથે અનેક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે આ બાબતે ગ્રાહકો દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ માં ફરિયાદો પણ નોંધાવવામાં આવી રહી છે જેને લઇ હાલમાં ગ્રાહકોને ન્યાય પણ મળી રહે છે પરંતુ વારંવાર ગ્રાહકોને છેતરવા ની ઘટનાઓ સામે આવી રહ્યું હોવા છતાં પણ હજુ સુધી બજારોમાં વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરતા નથી ત્યારે ગ્રાહકો સાથે આ છેતરપિંડીના નિકાલ માટે ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.. પરંતુ આ જોગવાઈથી ગ્રાહકો અજાણ હોવાના લીધે છેતરપિંડીના કિસ્સા અટકી નથી રહ્યા.. ત્યારે ડીસાના જાગૃત નાગરિક અને ધારાશાસ્ત્રી સુભાષભાઈ ઠક્કરે ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી બચવા ગ્રાહકોએ શું શું કરવું જોઇયે તે અંગે વધુ વિગતો આપી હતી..

Download Our B K News Today App



Related News