સામઢી કેનાલ નજીક હત્યા કરી ફેંકી દેવાયેલ યુવકની લાશનો મુખ્ય હત્યારો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:04:05
  • Views : 4045
  • Modified Date : 2021-08-25 13:04:05

     પાલનપુર તાલુકાના સામઢી રાણાજી વાસ પાસે આવેલી કેનાલમાંથી ગત ૨૨ જુલાઈના એક યુવકની હત્યા કરેલી લાશ મળી હતી. જેના પગલે ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક ડીસાનો જગદીશ ઉર્ફે જીગર વિષ્ણુભાઈ રામાનંદી સાધુ હોવાનંુ સામે આવ્યુ હતંુ. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં ત્રણ આરોપીઓને ૨૮ જુલાઈના એલસીબી પોલીસે ઝડપી લીધા હતા જેમાં ભરતભાઈ ઉર્ફે રુડો ઘેમરજી ઠાકોર, અંકિતભાઈ ઉર્ફે બંટી સુભાષભાઈ પપારામ યાદવ, રાકેશકુમાર હસમુુખલાલ ખત્રીને ઝડપી લઈ તેમની પાસેથી ગુનામાં વપરાયેલી ઈકો ગાડી કબજે લીધી હતી.  ત્યારે હત્યા કરનાર મુખ્ય આરોપી પ્રકાશકુમાર ઉર્ફે પપ્પુ  શંકરજી ઠાકોર ફરાર હતો. જેના પગલે ગઢ પીએસઆઈ એલ.જે.વાળાએ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવાની તપાસમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોર મુળ રહેવાસી માલગઢ મોટી ઢાણી  હાલ રહે. આશાપુરા  સોસાયટી ડીસા વાળાને દિયોદર તાલુકાના મોંજરુ ખાતેથી ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરાવી ગુનાના કામે અટક કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.     

Download Our B K News Today App



Related News