મહારાષ્ટ્રમાં ઘણા જિલ્લાઓમાં હોમ આઇસોલેશનની સગવડ બંધ, નવા કોરોનાના દર્દીઓને હવે કોવિડ સેન્ટરમાં જવું પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 15:33:15
  • Views : 268
  • Modified Date : 2021-05-25 15:33:15

    મહારાષ્ટ્ર સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડી છે. હવે નવા દર્દીઓને કોવિડ સેન્ટરમાં જવુ પડશે. એટલે કે હોમ આઈસોલેશનની સગવડ બંધ કરવામાં આવી છે. સરકારને માહિતી મળી રહી હતી કે હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓના કારણે ઘણી જગ્યાએ કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. સોમવારે 1 લાખ 95 હજાર 685 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ આંકડો છેલ્લા 42 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 13 એપ્રિલ 1 લાખ 85 હજાર 306 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

    મહારાષ્ટ્રમાં તે જિલ્લાઓમાં હોમ આઈસોલેશનની સુવિધા બંધ કરવામાં આવી છે. જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. કોલ્હાપૂર, સાંગલી, સાતારા, યવતમાલ, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર, ઉસ્માનાબાદ જિલ્લાઓમાં આઈસોલેશન બંધ કરવામાં આવ્યું છે. જોકે બીએમસીએ હાલ હોમ આઈસોલેશનની પરવાનગી આપી છે.

    દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. સોમવારે 1 લાખ 95 હજાર 685 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ આંકડો છેલ્લા 42 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 13 એપ્રિલ 1 લાખ 85 હજાર 306 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મૃત્યુઆંક સરકાર અને લોકો માટે ચિંતાનું કારણ છે. સોમવારે દેશમાં 3,496 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત છે કે આ દરમિયાન 3 લાખ 26 હજાર 671 લોકોએ કોરોનાને માત આપી હતી. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓમાં 1 લાખ 34 હજાર 572નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News