દિલ્હી હાઇકોર્ટ એ કહ્યું- આ કોરોનાની સુનામી છે, ઓક્સિજન સપ્લાયમાં અવરોધ ઊભો કરનાર અધિકારીઓને ફાંસી પર ચઢાવી દઈશું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 15:31:51
  • Views : 259
  • Modified Date : 2021-04-24 15:31:51

     દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ રહી છે. ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે અને તાત્કાલિક ધોરણે સપ્લાયને શરૂ કરવા માટે મહારાજા અગ્રસેન હોસ્પિટલે દિલ્હી હાઈકોર્ટમાં અરજીપત્રક રજૂ કર્યું છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ કોરોના મહામારીની બીજી વેવ નથી સુનામી છે. અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ જણાઈ રહી છે એમાં મે મહિનાના મધ્યભાગ સુધીમાં આ પીક પર આવી જશે એમ આભાસ થઈ રહ્યો છે. હાઈકોર્ટે શનિવારે કહ્યું કે જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈપણ સ્થાનિક પ્રશાસનના અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અવરોધ નાખશે તો એમને ફાંસી પર ચઢાવી દેવામાં આવશે. આપણે આની તૈયારીઓ કેવી રીતે કરી રહ્યા છીએ? તો બીજી બાજુ કેન્દ્રએ હાઈકોર્ટને કહ્યું હતું કે કોરોનાના કેસોમાં હજુ પણ નોંધપાત્ર વધારો નોંધાઈ શકે છે. આપણે બધાએ સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

     આની પહેલા મહારાજા અગ્રસેન હોસ્પિટલે દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત સંતોષવા માટે માંગ કરી હતી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે અમારી 2 હોસ્પિટલોમાં 306 કોવિડ દર્દીઓને સારવાર કરી રહ્યા છીએ. કાલે રાતે અમારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. અમારે દિલ્હીના વકીલનો આભાર વ્યક્ત કરવાની જરૂર છે, પરંતુ અમારી પાસે આજે પણ બપોર સુધીમાં ઓક્સિજનનો જથ્થો પૂરો થઈ જશે. આ જ એક કારણ છે કે અમે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી રહ્યા છીએ.

     સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ અંગે વિસ્તૃત નોંધની માંગ કરી હતી. હોઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે દિલ્હી સરકારે પોતાનો અંગત ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાની આવશ્યકતા છે. વળી, જો કોઈ ઓક્સિજનની સપ્લાયમાં અડચણો ઊભું કરશે તો એને છોડવામાં નહીં આવે.આની પહેલા મહારાજા હોસ્પિટલે હાઈકોર્ટને કહ્યું હતું કે અમારે ઓક્સિજનની તાત્કાલિક ધોરણે જરૂર છે. અમારા ક્રિટિકલ કેર યૂનિટમાં 106 દર્દીઓ સારવાર હેઠળ છે. જો અમને ઓક્સિજન નહીં મળે તો અમારે દરેક દર્દીને ડિસ્જાર્જ કરવા પડશે.

     સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યું હતું કે શુક્રવારના રોજ દિલ્હીને માત્ર 295 મેટ્રિક ટન ઓક્સિજન પ્રાપ્ત થયું હતું, જ્યારે જોવા જઈએ તો દિલ્હીને 480 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે ઓક્સિજન નિર્માતા કંપની પણ પોતાના તરફથી ઓક્સિજનનો યોગ્ય માત્રમાં સપ્લાય નથી કરી રહી.

     દિલ્હી સરકારના વકીલે કહ્યું હતું કે અમે 2થી 3 કલાકના સમયગાળામાં હોસ્પિટલોને ઓક્સિજનના જથ્થાનો સપ્લાય કરી રહ્યા છીએ. કારણ કે અમારી પાસે 24 કલાકનો સમય નિર્ધારિત કરવાનો પણ સમય મળ્યો નથી. અત્યારે 140 હોસ્પિટલો અને નર્સિંગ ગૃહો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અમે અત્યારે એક બેકઅપ ટીમ બનાવી રહ્યા છીએ. આ સમગ્ર ઘટનાને અમારા તરફથી ગંભીરતામાં લેવાઈ રહી છે, કારણ કે આમાં મનુષ્યોના જીવ દાવ પર લાગ્યા છે.


Download Our B K News Today App



Related News