પાટણ શહેર સહિત જિલ્લામાં ચોમાસું ફરી સક્રિય બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 12:26:55
  • Views : 252
  • Modified Date : 2021-07-26 12:26:55

      શનિવારની સાંજે હવામાનમાં એકાએક પલ્ટો આવતા વરસાદી વાતાવરણ સર્જાયું હતું ખેડૂતો પણ ચિતત બન્યા હતા ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ પંથકમાં શનિવારની મોડી સાંજથી ચોમાસુ જાણે સક્રિય થયું હોય તેમ રવિવાર પણ સવારથી જ અવિરતપણે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે .તો બીજી તરફ ખેડૂતો માં પણ આનંદ ની લાગણી જોવા મળી હતી.

     હવામાન વિભાગે કરેલ આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયું છે પાટણ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મોડી સાંજે આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ આવતા વીજળીના કડાકા સાથે મેઘરાજાની બીજા રાઉન્ડમાં પધરામણી થઈ છે . ગતરોજ સાંજથી શરુ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો રવિવારની સવારે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સતત મૂશળધાર વરસાદ વરસ્યો હતો જેને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે . સાથે પાટણ પંથક ના ખેડૂતો માં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

     પાટણ જીલ્લામાં લાંબા સમય બાદ ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન જીલ્લામાં પડેલા વરસાદી આંકડા પર એક નજર કરીએ તો પાટણમાં 35 એમએમ , સરસ્વતી 50 , શંખેશ્વર 4 , ચાણસ્મા 15 , હારીજ -2 અને સિધ્ધપુરમાં 25 એમએમ વરસાદ ખાબકી ચૂક્યો છે.

Download Our B K News Today App



Related News