ડીસા શહેરના નવજીવન સોસાયટીમાં દબાણ દૂર કરવા માટે સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-26 11:43:38
  • Views : 285
  • Modified Date : 2022-02-26 11:43:38

ડીસા શહેરના નવજીવન સોસાયટીમાં દબાણ દૂર કરવા માટે સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો.

ડીસા નગરમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે

ત્યાંથી શહેરના અનેક વિકાસના કામો થયા છે પરંતુ વિકાસના કામોની સાથોસાથ આજે પણ લોકો અનેક બાબતોને લઇને હંગામો મચાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં લાખો રૂપિયાના ખર્ચે ડીસા શહેરમાં નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે ક્યાંકને ક્યાંક સોસાયટીઓમાં ગેરકાયદેસર દબાણ હોવાના કારણે

નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ દબાણ દૂર કરવા બાબતે હાલમાં અનેક જગ્યાઓએ હંગામા થઈ રહ્યા છે.

 ડીસા શહેરના નવજીવન સોસાયટીમાં પણ  નવા રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા શરૂઆતમાં ચાર પાંચ મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ આ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક નગરપાલિકા દ્વારા અમુક મકાનોના દબાણ દૂર ન કરવામાં આવતાં સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો. જેમાં સ્થાનિક રહીશો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આજ વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય શૈલેષ રાજગોર જે પોતે દબાણ દૂર કરાવવાનો ઝંડો હાથમાં લઈને ફરે છે તે પોતે જ ૮૦ ટકા જેટલું દબાણ કરીને બેઠા છે. જે બાદ સ્થાનિક લોકો ડીસા

નગરપાલિકા પહોંચી તમામ લોકોનું દબાણ દૂર કરવામાં આવે તેવી ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને રજૂઆત કરી હતી.

 

વોટ ના આપવાના કારણે અમારા દબાણ તોડે છે ઃ સંતોષબેન કડેલ (સ્થાનિક રહીશ)

અમારા વિસ્તારમાં અમુક લોકોનું દબાણ તોડવામાં આવ્યું છે જ્યારે અમુક લોકોનું દબાણ તોડવામાં આવ્યું નથી. અહીંના સદસ્યને એવું છે કે અમે તેમને વોટ આપ્યો નથી માટે અંગત અદાવત રાખીને અમારા ઓટલા હટાવવા માટે નગરપાલિકામાં પ્રેસર કરે છે. પણ હકીકતમાં તો અમારો વોટ સદર બજારમાં લાગે છે.

 

નગરપાલિકાના સદસ્ય શૈલેષ રાજગોર પોતે ૮૦% ટકા દબાણ લઈને બેઠા છે. અને અધિકારીઓને જ્યારે વાત કરી ત્યારે જવાબ મળ્યો કે હાલ જે રોડ બને છે તેની જ માપણી કરીશું. સદસ્ય ખાલી અમારી એકલી જ ગલીનો વિરોધ કરે છે.

Download Our B K News Today App



Related News