પાલનપુર ગઠામણ પાટિયા નજીક ડિવાઇડર વચ્ચેથી વળવાનો રસ્તો બંધ કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 12:13:05
  • Views : 278
  • Modified Date : 2021-07-06 12:13:05

     પાલનપુર- અમદાવાદ હાઇવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં પાલનપુર હાઇવે ઉપર ગઠામણના પાટીયાથી અંદર જવા માટે ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ગઠામણ રોડ ઉપરની 10 સોસાયટીઓ તેમજ આઠ મોટા ગામડાના લોકોમાં ભારે રોષ છવાયો છે ત્યારે ડિવાઇડર વચ્ચેની જગ્યાએ લોખંડની ઝાળીઓ ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આજે આજુબાજુના વેપારીઓ અને સોસાયટીના રહીશો દ્રારા હાઈવે ચક્કાજામ કરીને વિરોધ કરતાં હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સ્થાનિકો દ્રારા જો રસ્તો ખુલ્લો કરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી...ગઠામણ પાટીયાથી ગઠામણ ગામ તરફની મોટી ૧૦ સોસાયટીઓ તેમજ ગઠામણ, ગાદલવાડા, સરીપડા, ટાકરવાડા, હોડા, ભાવિસણા, સાગ્રોસણા, સાસમ ગામના લોકો ત્યાંથી હાઇવે ક્રોસ કરી ગઠામણના રોડ ઉપર જતા હતા. જોકે, વર્તમાન સમયે હાઇવે સિક્સ લેન બની રહ્યો હોઇ આ ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ કરી ત્યાં લોખંડની ઝાળી લગાવવાની કામગીરી હાથ ધરાતા દરરોજના 1000 વાહન ચાલકો સહિત લોકો મોટી સમસ્યા બની છે ત્યારે રસ્તો બંધ થતા આજે સ્થાનિકો એકત્ર થઈ હાઈવે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો અને સત્વરે રસ્તાને ખુલ્લો કરવામાં નહી આવેતો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

Download Our B K News Today App



Related News