બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમનું લેવલ 599.60 ફૂટે પહોચ્યું, બપોર બાદ દરવાજા ખોલવાની શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 12:29:39
  • Views : 862
  • Modified Date : 2022-08-24 12:29:39


ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 11 હજાર ક્યૂસેક પાણીની આવક ચાલુ


ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડ ડેમ છલકાયો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમનું લેવલ 599.60 ફૂટે પહોંચ્યું છે. જેને લઇને આજે બપોર બાદ ડેમના દરવાજા ખોલાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.



પાલનપુર યોજના વિભાગના કાર્યપાલ ઈજનેર પૂર નિયંત્રણ એકમ અને બનાસકાંઠા પાટણ એસ.પી અને બનાસકાંઠા પાટણ જિલ્લા પોલીસ વડાને દાંતીવાડા ડેમના એલર્ટને લઈ પત્ર લખ્યો છે. જેમાં દાંતીવાડાના ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે ડેમ 596.90 ફૂટ ભરાયો છે. ઉપરવાસમાં વરસાદ થશે તો નદીના પટમાં પાણી છોડવાની શક્યતાઓને લઇને કાર્યપાલ ઈજનેર કચેરી સીપુ યોજના વિભાગ દ્વારા પાટણ બનાસકાંઠા કલેકટર અને પાટણ બનાસકાંઠા જિલ્લા એસ.પી પત્ર લખી સૂચનાઓ આપી છે.


 

અનેક ગામોને એલર્ટ
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં અત્યારે 11 હજાર ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ 2915 17 બાદ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમમાં અત્યારે 87.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે. 599.60 ફૂટ દાંતીવાડા ડેમનું લેવલ પહોંચ્યું છે. દાંતીવાડા ડેમના બપોરબાદ દરવાજા ખોલવાની શક્યતાઓને લઈ વહીવટીતંત્રે નદીના પટમાં તમામ ગામોને એલર્ટ કરાયા છે


Download Our B K News Today App



Related News