ડીસા તાલુકાના ઝેરડા ગામે તળાવ ઓવરફ્લો થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-18 14:12:45
  • Views : 324
  • Modified Date : 2022-08-18 14:12:45


ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં તળાવ ઓવરફલો થયા હતા.


છેલ્લા 24 કલાકથી ડીસા તાલુકામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડીસા તાલુકામાં આવેલા તમામ તળાવ ઓવરફ્લો થઈ ગયા છે તળાવો ઓવરફ્લો થતાં અનેક ગામમાં તળાવનું પાણી ફરી મળતા માલ સામાનને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના જેરડા ગામે આવેલ ગુલાબ સાગર તળાવ પણ આજે ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો હતો 2017માં પડેલા ભારે વરસાદના કારણે જેરડા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયો હતો જે બાદ આજે પાંચ વર્ષ બાદ ભારે વરસાદના પગલે ગુલાબ સાગર તળાવ થયું હતું તળાવમાં પાણીનું વહેણ વધુ હોવાના કારણે સ્થાનિક લોકો પણ તળાવથી લોકોને દૂર રહેવા માટે અપીલ કરી હતી તો તરફ પાંચ વર્ષ બાદ તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી હતી


Download Our B K News Today App



Related News