ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ તળાવની ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 11:31:19
  • Views : 216
  • Modified Date : 2022-06-16 11:31:19

 

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ તળાવની ગ્રામ પંચાયત દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી આગામી સમયમાં આ તળાવમાં વરસાદી પાણીનો ભરાવો થયો અને લોકો પાણીનો સારી રીતે ઉપયોગ કરી શકાય તે હેતુથી આ તળાવની સફાઈ આજે હાથ ધરવામાં આવી હતી.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધીમે ધીમે હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે જેના પગલે વહીવટીતંત્ર દ્વારા વરસાદના કારણે જાનહાનિ સર્જાય ન સર્જાય તે માટે અત્યારથી જ પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત કામકાજ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે ડીસા ગ્રામીણ વિસ્તારમાં પણ આગામી સમયમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તેમ જ ગામમાં આવેલા તળાવો સારી રીતે વરસાદી પાણીથી ભરાય તે માટે તળાવ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે પણ આસેડા ગ્રામ પંચાયત દ્વારા તળાવની સફાઈ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણી તળાવમાં સારી રીતે ભરાય અને આવનારા સમયમાં આ તળાવમાંથી લોકો પાણીનો સારી રીતે ઉપયોગ કરી શકે તે માટે તળાવ આજુબાજુ સફાઈ શરૂ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News