બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ધરણીઘર ભગવાનના મંદિરથી ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 11:50:17
  • Views : 236
  • Modified Date : 2022-07-04 11:50:17

બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ધરણીઘર ભગવાનના મંદિરથી ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ધરણીઘર ભગવાનના મંદિરથી ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં 2022માં  ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી બનશે અને સોનાનો સૂરજ ઉગશે ના સંકલ્પ સાથે આજે વિજય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

 

ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા  મિશન ૨૦૨૨ સોનાનો સુરજ ઉગાડવા નઘવણજી  ઠાકોર  નીકળ્યા છે ત્યારે થરાદ ખાતે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબા‌ ભાઈ સોલંકી, કે ડી રાજપૂત, રામજીભાઈ ચૌધરી , પ્રધાનજી ઠાકોર, પ્રવિણભાઇ વરણ,કરશનજી ઠાકોર, સહિતના આગેવાનો દ્વારા તેમને સાલ ઓઢાડી અને સાફો પહેરાવીને સન્માન કરાયું હતું જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનારા સમયમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજનીતિક પાર્ટીઓની સાથે-સાથે બધા સમાજના લોકો પણ સક્રિય બની ગયા છે. પાટીદાર સમાજે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં  પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી બાદ હવે ઠાકોર સમાજે પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી કરી છે.

અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગ રૂપે એક બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને ચીમકી આપી છે. બનાસકાંઠામાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, 2022માં કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી અમારા સમાજનો જ હોવો જોઈએ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે....

Download Our B K News Today App



Related News